મૂળ મોરબીના શાપરના કોન્સ્ટેબલે રાજકોટમાં મહિલા ASIને ગોળી ધરબી દઈને આપઘાત કર્યો

- text


પરિણીત કોન્સ્ટેબલ જવાન અને મહિલા ASI પ્રેમસંબંધમા હોય, બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હોવાની શંકા

રાજકોટ : રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની યુવતી અને મૂળ મોરબીના શાપર ગામના હાલ રાજકોટના પરિણીત કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમસંબંધમાં કરૂણ અંજામ આવ્યો હતો. કોસ્મોપ્લેકસ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સમાં રહેતી મહિલા એએસઆઈની સરકારી 9 એમ.એમ. પિસ્તોલમાંથી ફાયરિંગ કરી પ્રેમી કોન્સ્ટેબલે સાથી એએસઆઈની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસબેડામાં પણ શોક વ્યાપી ગયો હતો. પોલીસે આ પ્રકરણમાં કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નાેંધવા તજવીજ હાથ ધરી છે.

- text

સમગ્ર ઘટનાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મોરબીના શાપર ગામના અને હાલ રાજકોટના યુનિવસિર્ટી પોલીસ મથકમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતાં અને મવડી પોલીસ કવાર્ટર્સમાં રહેતા પરિણીત રવિરાજસિંહ જાડેજા (ઉ.વ.30) અને યુનિવસિર્ટી પોલીસ મથકમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની ખુશ્બુ કાનાબાર (ઉ.વ.26) વચ્ચે છેલ્લા ઘણા વખતથી પ્રેમસંબંધ હોય ગઈકાલે બન્ને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચોથા માળે આવેલ પોલીસ મિત્રના કવાર્ટર્સમાં ભાડેથી રહેતી ખુશ્બુના ફલેટ નં.ઈ-402માં રવિરાજસિંહ ગતરાત્રીના આવ્યા હતા અને વહેલી સવારે કે મોડીરાત્રે બન્ને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હોય રવિરાજસિંહે ખુશ્બુની 9 એમ.એમ. સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરી ખુશ્બુની હત્યા કર્યા બાદ પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો.

આ અંગે જાણ થતા જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી જે.એસ. ગેડમ, તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા, યુનિવસિર્ટી પોલીસ મથકના પીઆઈ એ.એલ. આચાર્ય, એસઆેજીના પીઆઈ આર.વાય. રાવલ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સોનારા તેમજ સાથી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. 

- text