રોપા વિતરણને અદભુત પ્રતિસાદ : એક જ કલાકમાં 1હજાર વૃક્ષોના રોપાનું વિતરણ

શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેનો સરાહનીય પ્રયાસ

મોરબી : ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે ચોમાસામાં વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય હોવાથી મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને હરિયાળું બનાવવની નેમ સાથે આજે વિનામૂલ્યે વૃક્ષોના રોપાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોપા વિતરણનો લગભગ 1 હજાર લોકોએ લાભ લીધો હતો. મોરબીમાં પર્યાવરણનું જતન કરવા માટે સક્રિય પ્રયાસો કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવાના ઉદેશ્ય સાથે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે ચોમાસાની સીઝનમાં ઘટાદાર વૃક્ષો થાય તેવા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ગયો છે અને સામાન્ય વરસાદ પડી ગયો છે. તેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સંજોગો થવાથી દરવર્ષની જેમ આ વખતે પણ વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મયુર નેચર કલબ મોરબી, વન વિભાગ ટંકારા, મોરબી અપડેટ તથા ઇન્ડિયન લાઇન્સ કલબના સંયુક્ત ઉપક્રમે સવારે 9:00 વાગ્યાથી મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે, આવેલ સંદેશ બ્યુરો ઓફિસ નીચે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માત્ર એક જ કલાકમાં એક હજાર રોપાઓ કે જેમાં બીલી, શીશમ, તુલસી, લીંબડો, લીંબુ, કરંજ, સીતાફળ, વડ, વાયવરણો, પીપળો, અરડૂસી, સવન, દાડમ તેમજ આંબળા જેવા રોપઓનું નિઃશુલ્ક વિતરણ વહેલો તે પહેલાંના ધોરણે કરવામાં આવ્યું હતું.એક વ્યક્તિને એક રોપો જ આપવામાં આવ્યો હતો. મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વધુને વધુ વૃક્ષોના વાવેતરની જરૂરિયાત હોવાથી બીજી વાર કરવામાં આવેલ વિનામૂલ્યે રોપા વિતરણનો શહેરીજનોએ હોંશપૂર્વક લાભ લીધો હતો. હવે જો કોઈ નાગરિક વધુ રોપા મેળવવા ઇચ્છતો હોય તો મિતાણા નર્સરીમાં ટંકારાના આર.એફ.ઓ કુંડરિયા સાહેબનો અથવા ધરમપુર ખાતે વનવિભાગનો સંપર્ક કરીને રોપાઓ મેળવી શકે છે. આ માટે બન્ને જગ્યાએથી વૃક્ષપ્રેમીઓને સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત 30 જૂનના રોજ પણ મોરબીમાં બે કલાકમાં 2 હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. જેમાં શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેના વૃક્ષોના રોપા વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આજના રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુર નેચર કલબના એમ.જી.મારુતિ સાહેબ, જીતુભાઇ ઠક્કર, ઇન્ડિયન લાઇન્સ કલબ, ટંકારા વનવિભાગ તેમજ મોરબી અપડેટ ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

આ તકે આપને જણાવી દઈએ કે એક વૃક્ષનું માનવ જીવનમાં કેટલું અને કેવું યોગદાન હોય છે. એક સામાન્ય વૃક્ષ દર વર્ષે વાતાવરણમાંથી 20 કિલ્લો ધૂળ શોષે છે. દર વર્ષે 20 ટન કાર્બન ડાયોક્સાઇટ શોષે છે. 80 કિલ્લો પારો, લીથીયમ, લેડ જેવા માનવ જીવનને શારીરિક- માનસિક વિકલાંગ બનાવતા ઝેરી ધાતુના મિશ્રણને શોષે છે. 1 લાખ ચોરસ મીટર દૂષિત હવાને ફિલ્ટર કરે છે અને બહુ જ મહત્વનો એવો 700 કિલ્લો શુદ્ધ ઓક્સીજન વાતાવરણમાં ફેલાવે છે. આ ઉપરાંત એક વૃક્ષ નીચે ગરમીના સમયમાં સરેરાશ 4 ડિગ્રી તાપમાન ઓછું હોય છે. વળી એક વૃક્ષ એક લાખ ચોરસ મીટર દૂષિત હવા ફિલ્ટર કરે છે. ઘર કે ફેકટરી પાસે વાવેલા વૃક્ષો એકોસ્ટિક વૉલ એટલે કે અવાજનું પ્રદુષણ રોકવાનું કામ કરે છે. જેથી કરીને ફેકટરીમાં ઉતપન્ન થતો અવાજ કે ઘોંઘાટ ફેકટરીમાં કે ફેક્ટરીની બહાર ફેલાતો અટકે છે. ઘર પાસે કતારબદ્ધ વાવેલા વૃક્ષોથી બહારનો ઘોંઘાટ ઘરમાં પ્રવેશતો નથી. ઘર પાસે વાવેલા 10 વૃક્ષો સરેરાશ 7 વર્ષનું માનવ આયુષ્ય વધારે છે એવું કેનેડાના જર્નલ સાયન્ટિફિક રિચર્સમાં સામે આવ્યું છે. વિન્કોસીન યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધન મુજબ ઘર પાસે વાવેલા વૃક્ષો તણાવ, ડિપ્રેશન અને વૃદ્ધાવસ્થામાં આવતી બીમારીઓને ઘટાડે છે અને ગાઢી નિંદ્રા લાવવામાં સહાયક બને છે. આ ઉપરાંત ભેજ વાળા વાદળોને વરસાવવામાં વૃક્ષો સહાયક છે ત્યારે હાલ વરસાદની ખેંચ અનુભવતા મોરબી જિલ્લામાં આ રોપાઓ વટવૃક્ષ બનશે ત્યારે આવનારા સમયમાં નિયમિત અને ભરપૂર વરસાદ વરસસે એવું ચોક્કસ પણે જણાઈ રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne