મોરબીમાં તાલુકા કક્ષાના જીમ સેન્ટરનો આજથી શુભારંભ કરાયો

- text


શરીરને સુડોળ બનવવા માટેના વ્યાયામના તમામ સાધનો સાથેનું જીમ આર્દશ નિવાસી શાળામાં કાર્યરત થયું

મોરબી : મોરબીમાં આજથી તાલુકા કક્ષાના જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શરીરને સુડોળ બનાવવા માટેના વ્યાયામના સાધનો સાથેનું જીમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે.ત્યારે શરીરને એકદમ એકદમ ચુસ્ત અને ફિટ રાખવા માટે યુવાનો સહિતના લોકોને સારી સુવિધા મળી છે.

મોરબીમાં શરીરને ચુસ્ત અને એકદમ ફિટ રાખવા માટે યુવાનો સહિતના લોકોને જીમની સુવિધા આપવા માટે તાલુકા કક્ષાના જીમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.જેમાં આર્દશ નિવાસી શાળા રફાળેશ્વરમાં તાલુકા કક્ષાના જીમ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.જેમાં કલેકટર આર.જે.માકડીયાના હસ્તે આજથી તાલુકા કક્ષાના જીમ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ જીમ સેન્ટરમાં વ્યાયામના તમામ સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાનગી જીમમાં હોય તેવા વ્યાયામના અદ્યતન સાધનોની સુવિધા આ સરકારી જીમ સેન્ટરમાં આપવામાં આવી છે.આ જીમનો કોઈપણ વ્યક્તિ લાભ લઇ શકશે.માત્ર એકમાસના રૂ.45ના ટોકન ચાર્જમાં આ જીમ સેન્ટરનો લાભ લઇ શકશે. આ જિમ સેન્ટરના પ્રારંભના કાર્યક્રમમાં કલેકટર માકડીયા સાથે મામલતદાર અનિલ ગોસ્વામી, સમાજ સુરક્ષા અધિકારી મહેશ્વરી, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદર, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text