વાંકાનેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં ભક્તોમાં રોષ

- text


મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ચાલુ આરતીના સમયે ગમે ત્યારે વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ અંગે માટેલ મંદિર ટ્રસ્ટ દ્વારા પત્ર લખીને નાયબ ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.

- text

શ્રી ખોડીયાર મંદિર માટેલ દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડ ગ્રામ્ય વાંકાનેરના નાયબ ઈજનેરને પત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં વરસાદની મોસમ છે અષાઢી બીજના તહેવારો ટૂંક સમયમાં આવનાર છે. માટેલમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં ભક્તોમાં રોષ ફેલાયો છે જેથી આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં જ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે માટેલ ગામમાં આરતીના સમયે જ અથવા તો રાત્રીના સમય ગમે ત્યારે અચાનક વીજપુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે યાત્રિકોને પણ પારિવારિક હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ ગામમાં ઘણી જગ્યા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પાવર આવતો હોય છે. તો માટેલ મંદિરને શા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી પાવર અપાતો નથી તેવા સવાલો ઉઠાવીને પ્રશ્નનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

- text