હળવદ ગ્રામ્ય ભાજપના સંગઠન પર્વના ઈન્ચાર્જ તરીકે વલ્લભભાઈ પટેલની વરણી

- text


સહ ઈન્ચાર્જ તરીકે દેવશીભાઈ દલવાડી તેમજ સહ ઈન્ચાર્જ શારદાબેન ઠાકોરની વરણી કરાતા હળવદ ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી

હળવદ : આજરોજ મોરબી ખાતે ભાજપની જિલ્લા લેવલની બેઠક મળી હતી જેમાં આગામી સંગઠન પર્વના કાર્યક્રમ અંતર્ગત તાલુકાના ઈન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જની નિમણુંકો કરાઈ હતી. આ તકે હળવદ ભાજપના સંગઠનમાં મહત્વની ભુમિકા નિભાવનાર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલને હળવદ તાલુકાના સંગઠન પર્વના ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરાઈ હતી.

- text

રાજયભરમાં ૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી સંગઠન પર્વનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભાજપ સંગઠનને વધુ મજબુત બનાવવા અને વધુમાં વધુ કાર્યકરોને જાડવા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. હાલ સમગ્ર દેશમાં કરોડો સદસ્યો સાથે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. આગામી સદસ્યતા અભિયાન દ્વારા સમગ્ર દેશમાં ઓછામાં ઓછા ર કરોડ ર૦ લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ મોરબી ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી કિરીટસિંહ રાણા, મોરબી સંગઠન પર્વના પ્રભારી કે.એસ. અમૃતીયા સહિતનાઓની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં અગાઉ યુવા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ રહેલા અને હાલ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલની હળવદ ગ્રામ્ય સંઠગન પર્વના ઈન્ચાર્જ તરીકે વરણી કરાઈ હતી જયારે સહ ઈન્ચાર્જ તરીકે દેવશીભાઈ દલવાડી તેમજ સહ ઈન્ચાર્જ તરીકે શારદાબેન ઠાકોરની વરણી કરાતા હળવદ શહેર તેમજ ગ્રામ્ય ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text