મોરબી જિલ્લાના છ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ.નું પ્રમોશન

- text


મોરબી : મોરબી જિલ્લાના 6 હેહ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવી છે.લાંબા સમય બાદ આ છ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લામાં પોલીસમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની એ.એસ.આઇ. તરીકેની બઢતી કરવામાં આવી છે.જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ નજરૂદીન જુસબ મિયા મશાકપુત્રા, ટંકારા પોલીસ મથકના મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચ, મોરબી તાલુકા પોલીસ મથકના ચંદુભાઈ કેશભાઈ મકવાણા, વાંકાનેર સીટી પોલીસ મથકના નારણભાઈ સુખાભાઈ લાવડીયા, એસ.ઓ.જીના હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડુંગરભાઈ ડોડીયા અને વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ હરિલાલ ગરચરની એ.એસ.આઇ તરીકે બઢતી આપવામાં આવી છે.લાંબા સમય બાદ આ પ્રમોશન મળતા બઢતી પામેલા પોલીસ કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

- text