માળિયા નજીક બાઇક સ્લીપ થતા એકને ગંભીર ઇજા

 

માળિયા : માળીયા મીયાણાના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ વચ્ચે પડેલ મૃત જનાવરને તારવવા જતા બાઈક સ્લીપ થતા ચાલક યુવાન કન્ટેનર સાથે અથડાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકો પાસે મળતી માહીતી મુજબ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ વચ્ચે મૃત જનાવર પડેલ હોય જેને તારવવા જતા ભાવપર ગામના યુવકનુ બાઇક સ્લીપ થતા આગળ જઈ રહેલ કન્ટેનર સાથે અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોચી હતી. બાદમાં તાત્કાલિક યુવકને 108 મારફતે વધુ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.