મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

- text


ઉર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરશે

મોરબી : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ગરિમાસભર ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉર્જા મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરીને તન મનની તંદુરસ્તી મેળવશે.

- text

મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ઉપક્રમે 21 જૂને સવારે 6 વાગ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જોકે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પણ સ્વસ્થ જીવનશૈલી માટે જોડાયેલા માનવતાના આદર્શ સિદ્ધતો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગની ઉજવણી માટે આ સિદ્ધાંતોને સાકાર કરવા માટે આ યોગ દિવસની ઉજવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગના કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને નિયમિત યોગા કરવાનું જ્ઞાન મેળવીને તન મનની તંદુરસ્તી મેળવવાનો હકારાત્મક પ્રયાસ કરશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text