હળવદમાં બે જૂથ વચ્ચે મારામારીના બનાવમાં ફરિયાદ નોંધાઇ

- text


સરકારી હોસ્પિટલમાં બન્ને જૂથો એકઠા થઇ જતાં મામલો ફરી બીચક્યો હતો

હળવદ : હળવદમાં એક જ જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે ગત મોડી રાત્રે સામાન્ય બોલચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થતા બન્ને જૂથના લોકો ઘવાયા હતા. જેમને મોરબી તેમજ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં બને જૂથે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય બાબતને લઈને હળવદમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે વાત વણસતા છુટ્ટાહાથની મારામારી થઈ હતી. પાનની દુકાને વાત ન કરવા મુદ્દે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.જ્યાં સરકારી હોસ્પિટલમાં બન્ને જૂથો એકઠા થઇ જતાં મામલો ફરી બીચક્યો હતો અને હોસ્પિટલમાં જ બંને જૂથ વચ્ચે ફરી મારામારી થઇ હતી. સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે આ ઘટનાક્રમને લઈને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. બંને જૂથ વચ્ચે સામ સામે મારામારીમાં ચાર વ્યક્તિઓની હાલત ગંભીર થઇ ગઇ હતી. ત્યાર બાદ તમામ ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર અને અન્ય બે લોકોને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

- text

આ બનાવમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી નટવરભાઈ નાનજીભાઈ પરમારે પાલજીભાઈ ધુડાભાઈ, હસમુખભાઈ પાલજીભાઈ, વિજયભાઈ પાલજીભાઈ,મુળજીભાઈ, વજુભાઈ, જીતુભાઈ વજુભાઈ,અમીત વજુભાઈ (રહે. તમામ હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી છે જયારે સામા પક્ષે ફરિયાદી વિજયભાઈ પાલજીભાઈ રાઠોડએ નટુભાઈ નાનજી પરમાર, વાઘજીભાઈ છગનભાઈ, ખોડાભાઈ, ગુલાબભાઈ, દેવશીભાઈ, નરશીભાઈ, સુરેશભાઈ નરશીભાઈ, લાલજીભાઈ, કાન્તીભાઈ નાનજીભાઈ, શૈલેષભાઈ, નાનજીભાઈ છગનભાઈ, કિરણભાઈ વિનોદભાઈ, નિતેશભાઈ, ગવરીબેન દેવશીભાઈ, મંજુબેન રમેશભાઈ, વસંતબેન ખોડાભાઈ તથા ચંપાબેન વાઘજીભાઈ (રહે. તમામ હળવદ) સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text