મોરબીમાં રૂ. 8 લાખની લૂંટ કરનાર ચાર નેપાળી શખ્સો 3 દિવસના રિમાન્ડ પર

- text


 ફરાર રહેલા અન્ય બે શખ્સોની શોધખોળ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની એક પેઢીના મેનેજરને બંધક બનાવીને રૂ. 8 લાખની લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે આ ગુનાને અંજામ આપનાર ચાર નેપાળી શખ્સોને ઝડપી લીધા હતા અને આ ચારેય આરોપીઓ ત્રણ દિવસન રિમાન્ડ પર સોપાયા છે. જ્યારે હજુ ફરાર રહેલા બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

મોરબીની ઉમા ટાઉનશિપમા વિનાયક એપાર્ટમેન્ટમા પહેલા માળે ફ્લેટ નંબર 102મા વૈભવ તથા રોયલ હાઇટસ નામની ઓફિસમાં શૈલેષભાઇ શાંતિલાલ મણીયારને બાંધીને અજાણ્યા શખ્સો રૂ. 8 લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાતા આ ગુનાનો ભેદ પોલીસે સીસીટીવી ફુટેજના આઘારે ઉકેલીને સાઈટના જ કર્મચારી વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોશી, નમરાજ ધનરાજ મેરસિંગને ઝડપી લીધા હતા. બાદમાં પોલીસે આ ચારેય શખ્સની પૂછપરછ કરતા તેમણે અન્ય ત્રણ આરોપીના નામ આપ્યા હતા. જેના આઘારે પોલીસે મુંબઇ જઈને રમેશ ઉર્ફે પપ્પુ મોતિબહાદૂર સાહિને ઝડપી લઈને તેની પાસેથી રૂ. 3 લાખની રોકડ રકમ રિકવર કરી હતી. જ્યારે આજે આ લૂંટની ઘટનાના ચારેય આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેયના તા.19 સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે.આ અંગે બી ડિવિઝન પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપી ફરાર છે અને તેમની પાસે લૂંટની બાકીની રકમ છે તેથી રિમાન્ડ દરમ્યાન ચારેય આરોપીઓ પાસેથી ફરાર રહેલા અન્ય આરોપીના ઠેકાણા સહિતની બાબતે સઘન પૂછપરછ કરાશે.

- text