મોરબી : ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા બેંકધારકના રૂ. ૨૭ હજાર પરત અપાવતી એલસીબી

- text


મોબાઈલમાં ડિસ્ક પીસી કનેકટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને અજાણ્યા ઠગોએ કરી હતી છેતરપીંડી

મોરબી : મોરબીના ધરમપુર ગામે ઠગ દ્વારા છેતરપીંડી કરીને બેંકધારકના મોબાઈલમાં ડિસ્ક પીસી કનેકટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રૂ. ૨૭,૧૦૦ પડાવી લીધા હોવાનો બનાવ બન્યો હતો.જેના પગલે એલસીબીએ તપાસ આદરીને આ છેતરપીંડીથી ગયેલા પૈસા બેંકધારકને પરત અપાવ્યા છે.

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા કારડીયા રમણિકભાઇ ધનજીભાઇના અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટમાંથી ગઇ તા.૩૧/૦૩/ર૦૧૯ ના રોજ પે ટીએમ કસ્ટમર કેરના નામે તેઓના મોબાઇલમાં ડિસ્ક પીસી કનેક્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી રમણીકભાઇના અલગ અલગ ત્રણ એકાઉન્ટમાંથી રૂા.ર૭,૧૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લીધેલ હતા. જેની જાણ બેંકમાં કરતા કોઇ પરીણામ મળેલ ન મળતા છેવટે તા.૨૫/૦૪/૧૯ ના રોજ તેઓએ એલસીબીનો સંપર્ક સાધ્યો હતો. એલસીબીએ આ બનાવનો અભ્યાસ કરીને ત્રણેય બેંક એકાઉન્ટ માંથી અલગ અલગ થયેલ તમામ ટ્રાન્ઝેકશનની માહિતી એકત્રિત કરતા સદરહુ રૂપિયા યુ.પી.આઇ. દ્વારા ટ્રાન્સફર થયેલ હોવાનું જણાતા યુ.પી.આઇ. ટ્રાન્ઝેઝેકશનની માહિતી મંગાવી સદરહુ રૂપિયા પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર થયેલ હોવાનું જાણવા મળેલ હતું.

- text

જેથી એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઇન ફ્રોડમાં વપરાયેલ પેટીએમ વોલેટ ડેબીટ ફ્રીઝ કરવા તથા ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા માટે જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરી તથા ઘટીત કાર્યવાહી કરી ઓનલાઇન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂા.૨૭,૧૦૦/- રમણીકલાલના એસ.બી.આઇ. બેંક ખાતામાં પરત અપાવી એલ.સી.બી.ની ટેકનીકલ સેલના પો.સ.ઇ.શ એ.ડી.જાડેજા, પો.હેડ કોન્સ. સંજયકુમાર પટેલ, પો.હેડ કોન્સ. રજનીકાંત કેળા તથા પો.કોન્સ. અશોક સિંહ ચુડાસમાનાઓએ કામગીરી કરેલ છે.

- text