મોરબીમાં નિયમોના લીરા ઉડાડતા 17 સ્કૂલ વાહનોને દંડ ફટકારતું આરટીઓ

- text


 

બાળકો વાહનમાં બેઠા હોવાથી આરટીઓએ વાહન ડિટેઇન ન કર્યા : કાલથી 3 ટિમો શહેરભરમાં સઘન ચેકીંગ કરશે

મોરબી : મોરબીમાં નિયમોના લીરા ઉડાડતા સ્ફુલ વાહનો સામે આજે આરટીઓએ તવાઈ ઉતારી હતી. જેમાં આરટીઓએ 17 સ્કૂલ વાહનો સામે દંડનિય કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ તમામ વાહનોને ડિટેઇન કરવાના હતા. પરંતુ તેમાં વિદ્યાર્થીઓ બેઠા હોવાથી ડિટેઈનની કાર્યવાહી મુલતવી રખાઇ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં બે દિવસ પૂર્વે સ્કૂલ વાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે આરટીઓ તંત્ર આજે સફાળું જાગ્યું હતું. આરટીઓના એઆરટીઓ જે.કે.કાપટેલની આગેવાનીમાં આજે શનાળા રોડ ઉપર સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બે સ્કૂલ બસ ચાલકો, સફેદ નંબર પ્લેટ હોવા છતાં વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરતા છ વાન ચાલકો અને જરૂર કરતા વધુ બાળકો ભરેલી નવ રિક્ષાચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

આ અંગે એઆરટીઓ જે.કે. કાપટેલે જણાવ્યું કે આવતીકાલથી શહેરભરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસની હદમાં ટીમ બનાવીને ચેકીંગ કરવામાં આવશે. આજના ચેકીંગમાં તમામ વાહનો ડિટેઇન કરવાના હતા. પરંતુ તેમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોવાથી તેઓને હાલાકી ન પડે તે માટે માત્ર દંડનીય કાર્યવાહી જ કરવામાં આવી હતી.

- text