મોરબી : વાયુ વાવાઝોડાનો ભય ઘટ્યો પણ તંત્ર હજુ એલર્ટ મોડમાં

- text


વરસાદી વાતાવરણ વચ્ચે 10 રેસ્ક્યુ ટીમ અને 12 જેટલી રાહત બચાવની ટીમ ખડેપગે : કદાચ સ્થિતિ કાબુ બહાર જાય તો 12 મોજણીની ટીમ પણ તૈનાત રખાઇ : નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ હાલ યથાવત : બપોર બાદ સિગ્નલ બદલે એવી શક્યતા

મોરબી : મોરબી જિલ્લામાં હવે વાયુ વાવઝોડાનો ભય ઘટ્યો છે.પણ વરસાદી વાતવરણ અને પવનની ગતિમાં વારંવાર થતા ફેરફારને કારણે તંત્ર એક્શન મોડ ઉપર છે અને રેસ્ક્યુ, રાહત બચાવ તથા મોજણી સહિતની 34 ટીમોને ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.વાવઝોડાનો ભય ઘટતા સામાન્ય બનેલા જનજીવન વચ્ચે પણ તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે.

વાયુ વાવાઝોડાનો આજે ભય ટળ્યો છે.ગુજરાત તરફ આવતું વાવાઝોડાની ગતિ ઓમાંન તરફ વળી જતા મોરબી જિલ્લામાં હવે વાવાઝોડાનો ભય ઘટયી છે. તેથી મોરબી જિલ્લામાં જનજીવન સામાન્ય બન્યું છે અને હાલ શાંતિ છે.જોકે પરિસ્થિતિ હાલ તંત્રના કન્ટ્રોલમાં છે.પણ આજ સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો તેજ પવન સાથે છાટા પડ્યા હતા.પણ ત્યારબાદ થોડીવારમાં વાતાવરણની સ્થિતિ શાંત પડી હતી.સવારથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા છે.ધૂપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે હાલ વરસાદી માહોલ બંધાયેલો છે અને થોડો બફારો અનુભવાય રહ્યો છે.વાવાઝોડાનો ભય ઘટ્યો હોય પણ વાતાવરણમાં થોડીવાતમાં પલટવાર થતો હોવાને કારણે તંત્ર હજુ પણ એલર્ટ મોડ ઉપર છે

- text

જિલ્લા વહીવટી તંત્ર હાલની સમગ્ર પરિસ્થિતિ પણ ચાંપતી નજર રાખીને તમામ ટીમોને ખડેપગે તૈનાત કરી દીધી છે.કદાચ જો સ્થિતિ કાબુ બહાર જાય તો ઝડપથી કામગીરી કરવા માટે 20 રેસ્ક્યુ ટીમ,રાહત બચાવની 12 જેટલી ટીમ ,12 મોજણીની ટીમ મળીને 34 ટીમ સ્ટેન્ડ બાય છે.જ્યારે નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ હાલ યથાવત રાખવામાં આવ્યું છે. આ અંગે કેપટન સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, બપોર બાદ નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ બદલે એવી શક્યતા છે.જ્યારે મોરબી જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડાને પગલે ત્રણ દિવસનો.મુકામ કરનાર સચિવ મોનાબેન ખંધારે આજે સવારે વવાણીયા ખાતે આવેલ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.જોકે હાલ મોરબી જિલ્લામાં એકદમ શાંતિ અને સ્થિતિ સંપૂણ કંટ્રોલમાં છે.એથી લોકોને અફવાઓથી દોરાઈને ગભરાવવાની નહિ પણ સચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text