અનઅધિકૃત રીતે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાનો મામલો : આસિસ્ટન્ટ રેક્ટરનો ખુલાસો

- text


મોરબી : શહેરની એન.વી.પી. હોસ્ટેલ ખાતે અડધી રાત્રે ચેકીંગ માટે જઈ હોસ્ટેલમાં રહેતા અમુક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જઈ ત્યાં સવાર સુધી બેસાડી રાખવા બાબતે એલ.ઇ.કોલેજના આસિસ્ટન્ટ રેક્ટર સામે વિદ્યાર્થીઓએ સ્થાનિક કક્ષાએથી લઈ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. આ મામલે જેમના પર આરોપ મૂક્યો હતો એ આસી.રેક્ટરે આજે પોતાનો ખુલાસો લેખિતમાં રજૂ કર્યો છે.એલ.ઇ.કોલેજના આસિસ્ટન્ટ રેક્ટરના ખુલાસમાં જણાવ્યાનુસાર એન.વી.પી.હોસ્ટેલ ખાતે ચેકીંગ માટે સિક્યુરિટી ઇન્ચાર્જ કનકસિંહ પરમાર, અન્ય સિક્યુરિટી ગાર્ડ્સ તથા એમના દ્વારા બોલાવવામાં આવેલા બે પોલીસ જવાનો સાથે તારીખ 6 જુનની રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ ચેકીંગ માટે ગયેલ. આ દરમ્યાન એન.વી.પી.હોસ્ટેલ ખાતે એડમિશન થયેલું ન હોય એવા 14 વ્યક્તિઓ મળી આવેલ. જોકે પાછળથી આ 14 વિદ્યાર્થીઓ કોલેજના જ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું. પણ આ વિદ્યાર્થીઓનું એડમિશન એન.વી.પી.હોસ્ટેલમાં થયું ન હોવા છતાં તેમાં મળી આવતા તમામને પોલીસની સૂચના મુજબ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકશાન ન થાય એ માટે વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી અને માફીપત્ર લઇ જવા દેવાયા હતા. આસિસ્ટન્ટ રેક્ટરે વધુમાં પોતાના ખુલાસામાં જણાવ્યું છે કે એમના વિરુદ્ધ કરવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા છે અને નિયમ મુજબ જ જે વિદ્યાર્થીઓનું હોસ્ટેલમાં એડમિશન થયું ન હોય એવા વિદ્યાર્થીઓને જ હોસ્ટેલ બહાર મોકલવાની કાર્યવાહી કરેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text