આમરણમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

માલાભાઈ લખુભાઇ પરમાર સ્મૃતિ હૉલ સંસ્થાનું આયોજન : 450 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

મોરબી : મોરબીના આમરણ ખાતે મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના અનુસુચિત જાતિ સમાજનાં વિદ્યાર્થીઓ માટે માલાભાઈ લખુભાઇ પરમાર સ્મૃતિ હૉલ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ સાતમા સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન પ્રવીણભાઈ મૂછડિયા- ધારાસભ્ય કાલાવડ (જામનગર) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 450 વિધાર્થીઓને મેડલ અને નોટબુક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે ધોરણ ૭ થી ૧૨મા સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમાજનાં નિવૃત અને સામાજિક આગેવાનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne