હળવદ તાલુકાના ત્રણેય પશુ દવાખાના બંધ હોવાથી પશુપાલકોની કફોડી હાલત

મુખ્ય ખેતી અને પશુપાલન પર નિર્ભર હળવદ તાલુકામાં ત્રણ પશુ દવાખાના છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી પશુપાલકોને વેઠવી પડતી હાડમારી

હળવદ : હળવદ તાલુકો મુખ્ય ખેતી અને પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે ત્યારે હળવદ તાલુકાના ત્રણ પશુ દવાખાના છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી પશુપાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં જવાબદાર તંત્ર ભારે ઉદાસીન વલણ દાખવતું હોવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હળવદ તાલુકો એ ખેતી પ્રધાન તાલુકો હોવાની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ગામડે ગામડે થઈ રહ્યો છે. ત્યારે હળવદ તાલુકામાં કુલ ત્રણ સરકારી પશુદવાખાના કાર્યરત હતા. જેમાં ચારડવા , ટીકર અને હળવદ એમ કુલ ત્રણ દવાખાનાનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા ચારેક મહિનાથી કોઈ કારણોસર ત્રણેય સરકારી દવાખાના બંધ થઈ ગયા છે.અને ત્રણ પશુ ડોકટરની પોસ્ટ હળવદ તાલુકામાં હતી.ત્યારે હાલમાં હળવદ તાલુકામાં એકપણ સરકારી પશુ ડોકટર ન હોવાથી હળવદ તાલુકાના આશરે સવા લાખથી પણ વધુ પશુઓ બીમારી સમયે યોગ્ય સારવારથી વંચિત રહે છે. પશુ બીમાર પડે ત્યારે હળવદ તાલુકામાં એકપણ સરકારી પશુ ડોકટર ન હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગૌશાળા અને પાંજરાપોળમાં બીમાર પશુઓ પણ સારવારના અભાવના લીધે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. હળવદના તમામ પશુપાલકો અને જીવદયા પ્રેમીઓએ સત્વરે હળવદ તાલુકાના ત્રણેય સરકારી પશુ દવાખાના કાર્યરત થાય અને પુનઃજીવિત થાય તેવી માંગ કરી છે. જ્યારે હળવદના ગૌસેવક અને જીવદયાપ્રેમી તપનભાઈ દવેએ મુખ્યમંત્રી અને પશુપાલનમંત્રી સહિત સંબંધિત અધિકારીશ્રી તેમજ પદાધિકારીશ્રી ને આ પ્રશ્ન નો સત્વરે ઉકેલ લાવવા લેખિત રજૂઆત કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne