મોરબીના બેઠાપુલ પર મણીમંદિરની સામેની દીવાલ અંત્યત જર્જરિત

- text


મોટી દુર્ઘટના થાય તે પહેલાં તાત્કાલીક જોખમી દીવાલને દૂર કરવાની માંગ

મોરબી : મોરબીના બેઠાપુલ પર શહેર તરફ જતા માર્ગ પર મણીમંદિરની સામેની વર્ષો જુની દીવાલ ભારે જોખમી બની છે.આ દીવાલ ભારે જર્જરિત થઈ ગઈ હોવાથી વાહન ચાલકો પર મોટી દુર્ઘટનાનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી મોટી દુર્ઘટના થાય તે પહેલાં તંત્ર આ જોખમી દીવાલ દૂર કરવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા બન્ને પુલની નીચે બેઠોપુલ બનાવવામાં આવ્યો હતો અને આ બેઠોપુલ વાહન વ્યવહારથી ધમધમી ઉઠ્યો છે. આ બેઠા પુલના છેડે ગેસ્ટ હાઉસ રોડ તરફ જતા માર્ગ પર મણીમંદિર સામે વર્ષો જુની દીવાલ આવેલી છે.આ દીવાલ વર્ષોથી ખખડી ગયેલી હાલતમાં છે અને પડુંપડુંની હાલતમાં ઉભી છે.આ જર્જરિત દીવાલ ગમે ત્યારે પડે તેમ છે.તેથી જોખમી દીવાલને કારણે વાહન ચાલકો પર મોટી દુર્ઘટનાનો ભય ઝળુંબી રહ્યો છે.આથી બેઠાપુલ પરની આ જોખમી દીવાલ તાત્કાલિક અસરથી તંત્ર દૂર કરવાની કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text