મોરબી : યુવાનના અથાગ પરિશ્રમથી ગજાનંદ પાર્ક બન્યું આધુનિક સુવિધા સાથેનું સ્વર્ગ

- text


નિયમિત પાણી વિતરણ, સીસીટીવી કેમેરા અને 24 કલાક હેલ્પલાઇન સહિતની સુવિધા

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ગજાનંદ એક યુવાનના અથાગ પરિશ્રમથી આજે આધુનિક સુવિધા સાથેનું સ્વર્ગ બન્યું છે. અહીં નિયમિત પાણી વિતરણ સીસીટીવી કેમેરા અને 24 કલાક હેલ્પલાઇન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. ઉપરાંત અહીંની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે.

મોરબીના પીપળી રોડ ઉપર ગજાનંદ પાર્ક નામની સોસાયટી આવેલી છે. આ ગજાનંદ પાર્કને હરિયાળું બનાવવા માટે જયદેવસિંહ જાડેજા નામના ખંતિલા યુવાને અથાગ પ્રયત્નો કર્યા છે. આ પ્રયત્નો સફળ રહેતા આજે ગજાનંદ પાર્ક આધુનિક સુવિધાઓ સાથેના સ્વર્ગની અનુભૂતિ કરાવતું રહેઠાણ બન્યું છે.

- text

અહીંની એકતા પણ નોંધનીય છે. લોકો પરિવારની ભાવનાથી હળીમળીને રહે છે. ઉપરાંત અહીંના રહેવાસીઓને જો કોઈ સમસ્યા હોય તો જયદેવસિંહ જાડેજા અને તેની ટીમ તેનું નિરાકરણ લાવે છે. ગજાનંદ પાર્કનો સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યો છે. આ સાથે અહીં સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text