મોરબી : સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

- text


ફાયરમેનના પુત્રએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

મોરબી : મોરબીમાં સર્વોપરી ડે સ્કૂલના વિદ્યાર્થી અને સામાન્ય પરિવારના ફાયરમેનના પુત્રએ ધો,12 સામાન્ય પ્રવાહમાં અસાધારણ સિદ્ધિ મેળવી છે. જેમાં તેણે ધો.12 સામાન્ય પ્રવાહમાં 94.30 ટકા અને 99.99 પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

- text

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના પુત્ર પુરોહિત ભાવિક કૌશિકભાઈએ ધો.12 સામાન્ય પ્રવાહમાં સર્વોપરી ડે સ્કૂલના માધ્યમથી અને પાઠય પુસ્તક આધારિત મહેનત કરીને જવલંત સફળતા મેળવી છે.તેના પિતા કૌશિકભાઈ ધો.12 સુધી ભણેલા છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં સામાન્ય ફાયરમેન તરીકે ફરજ બજાવે છે.માતા બીકોમ સુધી ભણેલા છે. આ સામાન્ય પરિવારે અથાક મહેનત કરીને પુત્રને ભણાવ્યો સામે પુત્રએ પણ અથાક પુરુષાર્થ કરીને માતાપિતાના સ્વપ્ન સાકાર કર્યા છે.પુત્રની આ સિદ્ધિથી માતાપિતાની ખુશીની કોઈ સીમા રહી નથી.તેણે ડે સ્કૂલમાં શિક્ષણ મેળવી તથા દરરોજ પાઠય પુસ્તક આધારિત મહેનત કરીને ધો.12 સામાન્ય પ્રવાહમાં આ સિદ્ધિ મેળવી છે.તે પોતાની સફળતાનો શ્રેય માતાપિતા અને ગુરુજનોને આપે છે.તેને કિક્રેટ અને વોલીબોલનો શોખ છે.તથા કોમ્પિટિટિવ એક્ઝામમાં આગળ વધવાની તમન્ના છે.

- text