હળવદમાં લકવાગ્રસ્ત ફાયર સેફટીની સ્થિતિ વચ્ચે માત્ર 11 શૈક્ષણિક સંસ્થાને નોટિસ ફટકારાઈ

- text


અનેક શૈક્ષણિક સંસ્થાઓ , હાઇરાઈઝ બિલ્ડીંગ અને હોટલોમાં ફાયર સેફટીનું નામોનિશાન ન હોવા છતાં તંત્રએ આંખ મીચામણા કર્યા : નધરોળ તંત્રના પાપે ફાયર બીગ્રેડની સુવિધાની મોટી ખામી

હળવદ : સુરતની ગોઝારી ઘટના બાદ હળવદમાં પણ સફાળા જાગેલા તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટી મામલે તપાસ હાથ ધરી હતી. 11 શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીની કોઈપણ સુવિધા ન હોવાથી હળવદ પાલિકા તંત્રએ 11 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ ફટકારી છે.જોકે આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે હળવદ શહેરની જાનમાલની રક્ષા ખરેખર ભગવાન ભરોસે જેવી સ્થિતિ છે અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ, બહુમાળી ઇમારતો અને હોટલ સહિતની સેંકડો ઇમારતોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવા છતાં પાલિકા તંત્રએ આંખ મીચામણા કરીને જાણે જવાબદારોની ગંભીર ભૂલને છાવરવાનો હીન પ્રયાસ કર્યો હોય તેવો તાલ સર્જાયો છે.

સમગ્ર રાજ્યમાં તપાસના આદેશો છૂટ્યા બાદ હળવદ પાલિકા તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓ સામે તવાઈ આદરી હતી અને ખાનગી ટ્યુશન કલાસીસ સહિત 11 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીની કોઈપણ પ્રકારની સુવિધા જ ન હોવાનું ધ્યાને આવતા આ ગંભીર ક્ષતિ મામલે પાલિકા તંત્રએ 11 સંસ્થાઓને નોટિસ ફટકારી છે.જોકે ગંભીર બાબત એ છે કે.હળવદમાં ફાયર સેફટીની સ્થિતિ લકવાગ્રસ્ત છે.હળવદ તો શૈક્ષણિક હબ મનાઈ છે અને ખાનગી સ્કૂલો અને ટ્યુશન કલાસીસનો રાફડો ફાટ્યો છે.મોટાભાગના આવા શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા જ નથી અને વિધાર્થીઓની સલામતી ભગવાન ભરોશે છે ત્યારે હળવદ પાલિકાએ માત્ર 11 સામે જ કેમ પગલાં ભર્યા અને બાકીના જવાબદારો સામે કોઈ કાર્યવાહી કેમ ન કરી અને કાર્યવાહી કરવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે છે.એવા સવાલો ઉઠ્યા છે.

- text

હળવદમાં અનેક શૈક્ષણિક સંસ્થાની સાથે સંખ્યાબંધ હાઇરાઈઝ બિલ્ડીંગો આવેલી છે.અને અનેક જગ્યાએ હોટલો ધમધમી રહી છે.જેમાં પણ ફાયર સેફટીની કોઈપણ પ્રકારની સુવિધા જ નથી છતાં તંત્રએ કેમ આંખ મિચામણા કર્યા ? શુ તંત્રને ઉપરથી આદેશ આવ્યો એટલે કાર્યવાહી મકરવી પડી છે? કાર્યવાહીમાં કશો જ રસ નથી ? તેવા અનેક સવાલો ઉઠ્યા છે.હળવદ શહેર માટે સૌથી આઘાતજનક બાબત એ છે કે હળવદમાં ફાયર બીગ્રેડની કોઈ સુવિધા જ નથી.આગ લાગે ત્યારે લોકો હળવદ પાલિકાને ફોન કરે ત્યારે એવો જવાબ મળે છે કે ધ્રાંગધ્રા ફોન કરો ત્યાંથી ફાયર બીગ્રેડ આવશે. આ રીતે ત્યાંથી ફાયર બીગ્રેડ આવતા ઘણો વિલંબ થાય છે તેથી આગથી ધણી નુકશાની થઈ જાય છે.હમણાં જ આગના બનાવોમાં મદદ ન મળતા મોટી નુકશાની થઈ હતી . આવી રીતે કદાચ ભવિષ્યમાં હળવદમાં સુરત જ જેવી ઘટના બને તો પણ સંવેદનહીન તંત્રના પેટનું પાણી નહિ હલે તે નરી વાસ્તવિકતા છે.

- text