મોરબીમાં 9 જૂને આરોગ્ય શિબિર યોજાશે

- text


મોરબી : મોરબીના ગોકુલ ફાર્મ, ક્રિષ્ના સ્કૂલ સામે,રવાપર રોડ ખાતે તારીખ 9 જૂનને રવિવારે સવારે 8:30 થી 1:30 સુધી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં આગામી તારીખ 9 જૂનના રોજ વિશિષ્ટ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી સ્વાસ્થ્ય માટેની માહિતી, 11:00 કલાકે ગ્રીન જ્યુસ તથા બપોરે 1:30 વાગ્યે અમૃત ભોજનનું આયોજન કરાયું છે, જેમાં બી.વી. ચૌહાણની ભોજન પ્રણાલીને વિશે લોકોને જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે બુકિંગ કરાવવા પટેલ આઈસક્રીમ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ(દિનેશભાઇ લોદરીયા-9913847174)નો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. બુકિંગ માટેની છેલ્લી તારીખ 7મી જૂન છે. વધુ જાણકારી માટે દિનેશભાઈ લોદરીયા (9913847174), શૈલેષભાઇ જેઠલોજા(9825293640), મહેશભાઈ હળવદિયા(9426512498) અને હરેશભાઇ ભીમાણી(9978846146)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text