મોરબીના જેતપર નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

- text


મોરબી : મોરબીના જેતપર ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ કારને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી તાલુકાના જેતપર ગામ નજીક અરવિંદભાઈ ભાણજીભાઇ ગોપાણી રહે. ઉમા ટાઇનશીપ, મોરબીવાળા પોતાની જીજે ૩૬ બી ૨૭૯૧ નંબરની સ્વીફ્ટ ડિઝાઇર કાર લઈને જતા હતા. તે વેળાએ જીજે ૧૩ બીડબ્લ્યુ ૬૮૬૭ નંબરના ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. પરંતુ કારને અંદાજે ૪૦ હજારનું નુકશાન પહોંચ્યું હતું. આ મામલે અરવિંદભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text