લોખંડના એંગલ ચોરીના આરોપીને જામનગરથી ઝડપી પાડતી મોરબી એ ડીવીજન પોલીસ

લોખંડના એંગલ ચોરીના આરોપીને જામનગરથી ઝડપી પાડતી મોરબી એ ડીવીજન પોલીસ

મોરબી : શહેરના એ.ડીવી.પો.સ્ટેમાં 50 નંગ લોખંડના આશરે 1250 કિલો વજનના એન્ગલની ચોરીની ફરિયાદ થોડા દિવસો પહેલા નોંધાઇ હતી. આ બાબતે સ્થળ પર જઈ તપાસ કરતા સીસીટીવી કેમેરામાં એક છકડામાં આ એંગલ લઈ જવાઇ રહ્યા હોવાનું જણાતા ગુજકોપ પોકેટકોપ એપના સહારે છકડો અમરેલીનો હોવાનું જણાઈ આવ્યું હતું.

આના આધારે પો.ઇન્સ. આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મણિલાલ ગામેતી, પો.હેડ.કોન્સ. રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી અને ભરતભાઈ ખાંભરા સહિતની ટીમે અમરેલી, મફતિયાપરા, સાવરકુંડલા રોડ પર જઈ તપાસ કરતા છકડા માલીક છગન ઉર્ફે રમેશ ઉર્ફે ધીરુ હરજી પરમાર મળી આવેલ ન હતો. ઉક્ત શખ્સ જામનગર ખાતે ગયો હોવાની માહિતી મળતા પોલીસ ટીમે જામનગર ખાતેથી આરોપીને ઝડપી લઈ સઘન પૂછપરછ કરતા ગુન્હો કબૂલી લીધો હતો. ચોરી કરેલો મુદ્દામાલ ક્યાં અને કોને વેંચ્યો છે તેમજ ચોરીમાં અન્ય કોઈ બીજો વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ એ બાબતે આરોપીની વધુ પૂછપરછ જારી છે.