મોરબીની નિર્મલ વિદ્યાલયનો ડંકો : શાળાનો વિદ્યાર્થી ભવ્ય સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે

નિર્મલ વિદ્યાલયના 13 વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ભણતો શિક્ષક પુત્રએ ધો.10માં ઊંચું પરિણામ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે આવ્યો છે. જોકે નિર્મલ વિધાલયના 13 વિધાર્થીઓએ એવન ગ્રેડમાં આવતા શાળામાં ખુશીનો માહોલ છવાયો છે.

મોરબીની નિર્મલ વિધાલયમાં ભણતા 13 વિધાર્થીઓ ધો.10માં એવન ગ્રેડ મેળવીને પોતાનું શાળાનું ગૌરવ વધાર્યું છે જ્યારે નિર્મલ વિધાલયમાં ભણતો ભવ્ય પ્રાણજીવનભાઈ વડાવીયાએ ધો.10માં 96.66 ટકા અને 99.99 પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ અને મોરબી જિલ્લામાં પણ પ્રથમક્રમ મેળવ્યો છે.તેણે વિજ્ઞાન વિષયમાં 98 માર્ક્સ અને ગણિત વિષયમાં 99 માર્ક્સ મેળવીને જવલંત સિદ્ધિ મેળવી છે.તે પોતાની સફળતાનું રહસ્ય જણાવે છે કે હું વાંચીને લખવાની થિયરીમાં માનું છે.વાંચીને લખું તો મને ઝડપભેર યાદ રહી જાય છે. આ રીતે દરરોજ પાંચ છ કલાક ટેક્સ બુક્સ આધારિત વાંચી લખીને આ સફળતા મેળવી છે.તે પોતાની આ સફળતા શ્રેય માતા અને નિર્મલ સ્કૂલના સંચાલકો તથા શિક્ષકોને આપે છે માતાનું અને શિક્ષકોનું સતત માર્ગદર્શનના આધારે કરેલી મહેનત સફળ થઈ હોવાનું જણાવે છે.તેના પિતા દોશી હાઈસ્કૂલમાં શિક્ષક છે.તેને આગળ ડોક્ટર બનાવની મહેચ્છા છે.મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે જાણીતી નિર્મલ સ્કૂલના 13 છાત્રોએ ધો 10ની પરીક્ષામાં અદ્વિતીય સિદ્ધિ મેળવતા સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. શાળામાં આપતા શ્રેષ્ઠ શિક્ષણથી વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપલ રમણિકભાઈ બરાસરાએ વિધાર્થીઓને ઉતરોતર શૈક્ષણિક પ્રગતિની શુભકામનાઓ પાઠવી છે.