મોરબી : કાલે મંગળવારે ધો.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

- text


ધો.10ના 16856 વિધાર્થીઓની કારકિર્દીનું ભાવિ નક્કી થશે : શિક્ષણ તંત્ર દ્વારા માર્કશીટના વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ

મોરબી : રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર થશે અને આવતીકાલ સવારે ધો.10નું ઓનલાઈન પરિણામ જાહેર થઈ જશે.ત્યારે મોરબી જિલ્લાના ધો.10ના 16856 વિધાર્થીઓની કારકિર્દીનું ભાવિ નક્કી થશે. જ્યારે શિક્ષણ દ્વારા વિધાર્થીઓ માટે માર્કશીટના વિતરણની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે

- text

મોરબી જિલ્લાના ધો.10ના 16856 વિધાર્થીઓએ ગત માર્ચ માસમાં બોર્ડની પરીક્ષા આપી હતી.ત્યારે લાંબા વેકેશન બાદ આવતીકાલે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.આથી વિધાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કારકિર્દી માટે ટર્નીગ પોઇન્ટ ગણાતી ધો.10ની પરીક્ષામાં કરેલી મહેનત ફળશે કે કેમ કેટલા પીઆર આવશે તે અંગે વિધાર્થીઓમાં ઉત્તેજના વધી ગઈ છે.જોકે ઘણા વિદ્યાર્થીઓએ સારા પી.આર મળ્યા બાદ આગળ ક્યાં ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવો તેનું આયોજન પણ કરી લીધું છે.જ્યારે વેકેશન દરમ્યાન કેટલીક સંસ્થાઓ દ્વારા ઘણી જગ્યાએ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંથી વિધાર્થીઓએ પોતાની કારકિર્દી કઈ ક્ષેત્રે ઘડવી એ અંગે અગત્યની ટિપ્સ મેળવી આગળ કઈ ફેંકેલ્ટીમાં એડમિશન લેવું તે અંગેની તૈયારીઓ પણ કરી લીધી છે.ત્યારે આવતીકાલે ધો.10નું પરિણામ જાહેર થવાની સાથે એન્જિનિયર સહિતની શાખાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જશે.એકંદરે આવતીકાલે ધો.10ના જાહેર થનાર પરિણામને લઈને વિધાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

- text