અમદાવાદમાં માલધારીઓને પોલીસની કનડગતના વિરોધમાં ટંકારામાં આવેદન

ટંકારના માલધારી સમાજે અમદાવાદની ઘટનાને વખોડી કાઢી મામલતદારને આવેદન આપીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવા અને માલધારીઓને ન્યાય આપવાની માંગ કરી

ટંકારા : અમદાવાદમાં ઢોર પકડવા મામલે પોલીસ માલધારીઓને ત્રાસ આપતા માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ટંકારાના માલધારી સમાજે અમદાવાદની ઘટનાના વિરોધમાં આજે મામલતદારને આવેદન આપ્યું હતું અને આ ઘટનાને વખોડી કાઢી દોષીતો સામે કડક કાર્યવાહી કરવા તથા માલધારીઓને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી.

અમદાવાદમાં માલધારીઓ પર પોલીસે ગુજારેલા ત્રાસ અંગે ટંકારાના માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં આજે ટંકારા ખાતે આવેલી મામલતદાર કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા અને માલધારીઓએ મામલતદાર કચેરીમાં જ ગોચર ખાલી કરવો અને હમારી માંગે પુરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.બાદમાં સમાજના આગેવન હમીરભાઈ ટોળીયા સહિતનાએ મામલતદારને આવેદન આપીને જણાવ્યું હતું કે ,અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઢોર પકડવા મામલે સ્થાનિક માલધારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.જેમાં પોલીસે માનવતા નેવે મૂકીને માલધારી સમાજના લોકોને આડેધડ ધરપકડ કરીને ત્રાસ ગુંજરાવમાં આવ્યો હતો.આ ઘટનાને વખોડી કાઢીને દોષોતી સામે કડક કાર્યવાહી કરવા તથા માલધારીઓને યોગ્ય રીતે ન્યાય આપવાની માંગ કરી હતી.તેથી મામલતદારે માલધારી સમાજની આ માગણી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.