સમાજ સુરક્ષાની ટીમે વાંકાનેરમાં થતા બાળલગ્ન અટકાવ્યા

સમાજ સુરક્ષાની ટીમે વાંકાનેરમાં થતા બાળલગ્ન અટકાવ્યા

વનકાનેર : બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી દ્વારા આજ રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમા બાળ લગ્નની મળેલ ફરિયાદના આધારે એક દીકરીની ઉમર 14 વર્ષની હોવાથી સ્થળ પર જઈ બાળલગ્ન અટકાવ્યા હતા. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનિલબેન એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડ (બાળ સુરક્ષા એકમ મોરબી) અને તાલુકા પોલીસ વાંકાનેર દ્વારા બાળલગ્નની મળેલ ફરિયાદ સંદર્ભે તપાસ કરતા એક દીકરી સગીર માલુમ પડતા, આગેવાનોને બાળ લગ્ન ધારો 2006ની સમજ બાળાના વાલીઓ તથા સગાઓને આપી થઈ રહેલા બાળલગ્ન અટકાવ્યા હતા.