મોરબીના ખાનપર ગામે ખેડૂતે 16મો પાણીનો બોર બનાવીને દાડમનો મબલખ પાક મેળવ્યો

- text


 

15 બોર બનાવવા છતાં પાણી ન મળ્યું : 16 માં બોરે પાણી મળ્યું પણ ગરમ વરાળવાળું : ખેડૂતે ગરમ પાણી કૂવામાં ઠાલવી વરાળ કાઢીને ટપક સિંચાઈ પધ્ધતિથી 500 મણ દાડમનો પાક મેળવ્યો

મોરબી : ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીમાં ખેતરો સુકાભઠ બનાયા છે.ત્યારે મોરબીના ખાનપર ગામે આવેલું એક ખેતર લીલુંછમ હરિયાળું જોવા મળ્યું છે.ગામના સાહસિક અને ખંતીલા ખેડૂતના અથાક પુરુષાર્થથી આખા ગામમાં તેમનું એક માત્ર ખેતર લીલુંછમ હરિયાળું છે એ પણ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેમનું ખેતર દાડમના પાકથી હર્યુભર્યું છે.આ ખેડૂત ભલે ઓછું ભણેલા હોય પણ જીવનના ગણતરનું પૂરેપૂરું જ્ઞાન હોવાથી તેઓ 15 બોર બનાવ્યા પછી પણ પાણી ન મળતા નિરાશ થયા નથી અને 16મો બોર કરીને પાણી મેળવીને ધાર્યા મુજબ દાડમની ખેતી કરી હતી.તેમણે દાડમનો મબલખ પાક મેળવ્યો છે.

મોરબીના ખાનપર ગામે રહેતા 56 વર્ષીય દામજીભાઈ ઘોડાસરા પોતાની ખેતી કરાવીની અનોખી કોઠાસૂઝથી દાડમની કમાલની ખેતી કરી છે.દામજીભાઈની સાહસિકતા ભલભલા સાહસિકોને પણ આટી દે તેવી છે.તેમને ખેતીમાં જે સાહસિકતા દેખાડી છે.તે નાસીપાસ થઈ જતા ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. ખેતી માટે પાણીની મોટી અછત હોય છે.તેમાંય હાલ ઉનાળામાં પીવાના પાણી માટે પણ ફાંફા હોય ત્યારે ખેતી માટે પાણી મેળવવું મુશ્કેલ હોય છે.આથી તેમણે ખેતી માટે ખેતરમાં બોર ગાળવાનો વિકલ્પ શોધી કાઢ્યો હતો.પણ તળ ઉડા જતા રહેતા 15 બોર ગાળવા છતાં પણ પાણી મળ્યું નહી પણ એમ હતાશ થાય એવા આ ખેડૂત ન હતા.એમણે ફરી સાહસ કરીને 16મો બોર બનાવ્યો હતો અને 1710 ફૂટ ઊંડો બોર ગાળતા પાણી મળ્યું હતું આખરે ખેડૂતની મહેનત ફળી હતી.

16માં બોર બનાવતા પાણી મળ્યું ખરું પણ ગરમ વરાળ નીકળતું પાણી મળ્યું હતું.જો ખેતી માટે આ ગરમ પાણી સીધું ઉપયોગમાં લેવામાં આવે તો પાક બળી જાય એમ હતો.આના માટે પણ આ ખેડૂતે વિકલ્પ શોધી કાઢ્યો હતો.પ્રથમ બોરમાંથી ગરમ પાણી કાઢીને તેમના ખેતરમાં આવેલા કૂવામાં ઠાલવી દેતા હતા.આ રીતે પાણીને ઠંડુ કરી દેતા હતા અને ત્યારબાદ જ ખેતરમાં ટપક સિંચાઈથી દાડમના પાકનો ઉછેર શરૂ કર્યો હતો.ખેડૂતે 50 વિધા જમીનમાંથી15 વિધા જમીનમાં દાડમનો પાક વાવ્યો હતો.તેમની કઠોર મહેનતથી દાડમનો મબલખ પાક ઉતર્યો છે.

- text

દામજીભાઈએ દાડમની ખેતી કરવાનું પસંદ કર્યું હતું અને છેલ્લા બે વર્ષથી દાડમની ખેતી કરીને મબલખ પાક મેળવ્યો છે.હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેમનું ખેતરમાં લૂમઝુમે લટકતી દાડમના લીલાછમ પાકથી લહેરાઈ છે.ગામમાં એકમાત્ર તેમનું જ ખેતર તેમની સાહસિકતાની લીલીછમ ચાદર ઓઢીને લહેરાઈ રહ્યું છે.તેમણે બે વર્ષમાં 500 મણ દાડમનો પાક મેળવ્યો છે અને હજુ 300 મણ જેટલો દાડમનો પાક ઉતરાવી તૈયારીમાં છે.દાડમની ખેતીથી તેમને આશરે રૂ. 6 લાખનો નફો મળશે અને બોર ગારવામાં જે નુકશાની થઈ હતી તેનું પણ વળતર મળી ગયું છે.જોકે 15 બોર ગાળવા છતાં પાણી ન મળતા ગામના અન્ય લોકો માટે આ ખેડૂત મજાકરુપ બની ગયા હતા.પણ એમની મહેનત આખરે રંગ લાવતા મેણા ટોણા મારતા લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી આંજે ગામના તમામ ખેડૂતો તેમને આદરભેર સન્માન આપે છે. ખેતીમાં સારું ઉત્પાદન મેળવવું હોય તો દરેક ખેડૂતે સાહસિક બનવું પડશે અને ખેતીમાં અવનવા પ્રયોગ કરીને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એકાગ્ર બનીને ખેતપૂર્વક કામ કરતા જ રહેવું પડશે તો જ સુકાભઠ ખેતરો હર્યાભર્યા પકથી લહેરાઇ ઉઠશે તેવો દામજીભાઈએ ખેડૂતોને સંદેશ આપ્યો છે.

- text