મોરબી : એક પીએસઆઈને સસ્પેન્ડ કરાયા

- text


 

હડમતીયા ગામ નજીક ઝાડ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાના બનાવની નોંધ કરવામાં ક્ષતિ રહી હોવાથી એસપી દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા હાલ બી ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.બી.જાડેજાને અચાનક સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે

જેમાં પોલીસમાં ચર્ચાતા કારણ મુજબ થોડા દિવસ પહેલા પીએસઆઈ એ.બી.જાડેજા ટંકારા પોલીસમથકમાં ફરજ બજાવતા હતા એ દરમ્યાન હડમતીયા ગામ નજીક ઝાડ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં બનાવની નોંધ કરવામાં ક્ષતિ રાખી ગેરજવાબદારીનું કારણ બતાવી અને નજીવા કારણમાં સસ્પેનડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text

જો કે હાલ પણ ટંકારા પોલીસ મથકના હડમતીયા વિસ્તારમાં વૃક્ષ પરથી મૃતદેહ મળવાના બનાવમાં કોઈ અસરકારક માહિતી બહાર આવી નથી તો શું પોલીસ અધિકારીને પાણીચુ પકડાવી હવે પછી તેનો ઉકેલ આવશે કે કેમ એ વાતની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે. જો કે કડક અને સ્વચ્છ અધિકારીની છબી ધરાવતા પીએસઆઈ એ.બી.જાડેજાને અચાનક જ સસ્પેનડ કરી દેતા લોકોમાં નિરાશા જન્મી છે.

- text