વાંકાનેર તાલુકાના માટેલ ગામે ગેરકાયદેસર ખનીજચોરીમાં સર્કલ ઓફિસર પર હુમલો

મળતી માહિતી મુજબ વાંકાનેર મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર કુમારપાલસીંહ રણજીતસીંહ ઝાલા માટેલ વિરપર ગ્રામ પંચાયતમાં સરકારી કામ સબબ ગયેલ ત્યારે માટેલ અને વીરપરની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહેલા મુન્નાભાઈ ઝાલા, દિલીપસિંહ ઝાલા અને અન્ય એક અજાણ્યા ઇસમને ખનન ચોરી અટકાવતાં અને કાયદેસર કાર્યવાહી કરવા જતાં આ કામના આરોપીઓએ એક સંપ કરી સરકારી કર્મચારી પર જાનલેવા હુમલો કરી લાકડીથી માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૩૨, ૩૨૩, ૧૧૪ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ બી.ડી. પરમાર ચલાવી રહ્યા છે

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news