મોરબીના ઉમાં ટાઉનશીપમાં પીપળી ગામનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપ ખાતે આગામી તા.18ને શનિવારે રાત્રે પીપળી ગામનું પ્રખ્યાત જય નકળંગ ધણી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામદેવજી મહારાજના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન રજુ કરવામાં આવશે. આ આયોજન જીતેન્દ્રભાઈ હરખજીભાઈ ચીખલીયા દ્વારા કરવામાં આવ્યું છે. પીપળી ગામે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. તેથજ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news