જૂનાગઢમાં પત્રકારો ઉપર લાઠીચાર્જ કરનાર પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

- text


 

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર રોષ પ્રગટ થતાં અંતે કાર્યવાહી થઈ

મોરબી : જૂનાગઢમા પત્રકારો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ થયાની ઘટનાના સૌરાષ્ટ્રભરમાં પડઘા પડ્યા હતા. મોરબી સહિત અનેક શહેરોમાં પત્રકારો તેમજ વિવિધ સંગઠનોએ આવેદન સહિતના કાર્યક્રમો આપ્યા હતા. જેને પગલે અંતે લાઠીચાર્જ કરનાર પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ જૂનાગઢમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરતી વેળાએ પોલીસે પોતાની ભાન ભૂલીને પત્રકારો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાને મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં વખોડી કાઢવામાં આવી હતી. ઠેક ઠેકાણે આવેદન સાહિતમાં વિરોધ દર્શક કાર્યક્રમો પણ થયા હતા. મોરબી શહેરમાં પણ જિલ્લાભરના પત્રકારોએ ઉમટી પડીને કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ નોંધાયો હતો. જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ ત્વરિત પગલાં લેવાની પ્રબળ માંગ ઉઠી હતી. ત્યારે અંતે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ પત્રકારો ઉપર લાઠી ચાર્જ કરનાર પીએસઆઇ અને ત્રણ કોસ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

- text