વાંકાનેર: અકસ્માતમાં મૃત્યુ પામેલ દીધલીયાના ખેડુત પરિવારને રૂ.૧૦ લાખનો ચેક અર્પણ

- text


વાંકાનેર: દીધલીયા ગામના વતની હુશેનભાઇ અમીભાઇ શેરસીયાનું ગત તા ૩૧/૦૧/૨૦૧૯ ના રોજ ધ્રોલ ગામેથી કપડાની ખરીદી કરી સી એન જી રીક્ષામાં પરત આવતા હતા. ત્યારે મીતાણા – નેકનામ રોડ પર એક ગાડીના ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લેતા રીક્ષામા બેઠેલા પેસેંજરોને ગંભીર ઇજાઓ થયેલ. જેમા હુશેનભાઇ અમીભાઇ શેરશીયા, ઇલમુદીનભાઇ નુરમામામદભાઇ શેરશીયા, અસરફહુશેન ગાજીભાઇ શેરશીયા નું ગંભીર ઇજાઓ થવાને કારણે મૃત્યુ થયુ હતુ. નાના એવા દિઘલિયા ગામમાં એક સાથે ત્રણ – ત્રણ યુવાન લોકોના જનાજા નિકળતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરિવળ્યું હતું.

ગુજરનાર હુશેનભાઇ અમીભાઇ શેરશીયા દીધલીયા ગામમાં વસવાટ કરી પોતનું તથા પરીવારનું ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. તેઓએ દલડી જુથ સેવા સહકારી મંડળીના શાખામા બચત બેંકખાતુ ધરાવતા હતા સાથોસાથ રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંક – કામદાર શાખા હેઠળ નોંધાયેલ દલડી જુથ સેવા સહકારી મંડળીના સભાસદ હતા અને ખેત ધીરાણ પણ મેળવતા હતા.

- text

દલડી જુથ સેવા સહકારી મંડળી તથા રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંક – કામદાર શાખાના સયુંકત ઉપક્રમે તેમના સભાસદો માટે અકસ્માતે અકાળે અવસાન થાય તેવા કીસ્સામાં તેમના વારસદારોને આર્થીક રીતે મદદ કરવાના હેતુથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ( અંકે દસ લાખ પુરા ) નો વીમો ચોલામંડલમ જનરલ ઇન્સયોરન્સ કંપની પાસેથી લીધેલ. ગુજરનાર હુશેનભાઇ અમીભાઇ શેરશીયા આ વીમા પોલીસી હેઠળ કવચ ધરાવતા હતા. રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંક – કામદાર શાખા – વાંકાનેર ના મેનેજર નુરમામદભાઇ બાદી, દલડી જુથ સેવા સહકારી મંડળીના મંત્રી નુરમામદભાઇ ખોરજીયા તથા દીધલીયા ગામના સામાજિક આગેવાન અબુ ડાડા એ મરહુમના પરિવારને માર્ગદર્શન અને સહાય કરતા કલેઇમની રકમ તેમના વારસદારોને માત્ર બે માસના ટુંકાગાળામાં પાસ થયેલ છે. આ અકસ્માતના કલેઇમ કેસમા વકિલ ફરિદ પરાસરા રોકાયા હતા.

- text