ટંકારાની વર્ષા ભટાસણાનો બી.એ. સેમ. ૨ની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ

- text


 

ટંકારા : ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતિ બી.એ. કોલેજની વિદ્યાર્થીની વર્ષા ભટાસણાએ બી.એ. સેમ -૨ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટોપ થ્રિમાં સ્થાન મેળવી સમગ્ર ટંકારનું ગૌરવ વધાર્યું છે.

- text

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એ. સેમ-૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતી બી.એ. કોલેજની છાત્રા વર્ષા ભટાસણાએ ૬૮.૭૦ ટકા સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ- થ્રિમા સ્થાન મેળવ્યું છે. ઉજ્જવળ પરિણામ બદલ વર્ષા ભટાસણા ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષી રહ્યા છે.

- text