હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે બાળકોની સારસંભાળ અંગે સેમીનાર યોજાયો

- text


પરવરિશ એક નઈસોચ નામના સેમિનારમા મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા

હળવદ : આજની દોડધામ ભરી જીંદગીમા થોડો સમય કાઢી પોતાના બાળક ને સમજીએ ખરેખર બાળકને શિક્ષણ તેમજ અન્ય દેખભાળ “પરવરિશ” કેવી રીતે કરવી તે બાબતોને ધ્યાને રાખી મહર્ષિ ગુરુકુળ ખાતે ભવ્ય સેમિનાર યોજાયો સેમીનારમા વક્તા તરીકે કુશકુલ ક્ષેષ્ટ અને સપના તમરાકર મેડમે વાલીઅોને ટ્રેન કર્યા

હળવદમાં આવેલા મહર્ષિ ગુરુકુળમા હંમેશા અલગ અલગ અંદાજમા અવાર નવાર કાર્યક્રમો કરવામા આવતા હોય છે.ત્યારે મારા સ્વપ્નો મારા અનુમાન કરનાર મારા બાળકોને શૈક્ષણિક સામાજિક અને સંસ્કારી કેવી રીતે બનાવવા? સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ અભ્યાસ પરીક્ષામાં બાળક આગળ નીકળી શકે તેનું સોલ્યુશન તેમજ બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવા શું કરવું જોઈએ બાળકો સાથે કેવો વાર્તાલાપ કરવો જે તેમજ ભવિષ્યમાં સંતાનનો અભ્યાસ માટે વિવિધ આયોજન અને તેના સોલ્યુશન માટે “પરવરિશ” એક નઈ સોચ નામના સેમીનારનુ આયોજન કરાયુ હતું.

- text

આ સેમિનાર સ્પીકર કુશકુલ ક્ષેષ્ટ અને સપના તમરાકર મેડમ સ્પીકરે સ્પીચ આપી હતી. પરવરિશ સેમિનારમાં જે બાળકો અભ્યાસ કરે છે, તે બાળકોના અભ્યાસ માટે આપ આયોજન કરી રહ્યા છો અને જે સંતાનો ભવિષ્યમાં આવનાર છે તેનો ઉછેર કેવી રીતે કરવો તેવું સોલ્યુશન “પરવરિશ” સેમીનારમાં કહી આપના આંગણામાં ખેલતુ કૂદતું બાળક તેને શૈક્ષણિક ઉછેર કેવી રીતે કરશો આજના દૂષિત વાતાવરણમાં કેવી રીતે અભ્યાસ કરાવો તેમાં માતા પિતાની શું ભૂમિકા તેવા અનેક પ્રશ્નો ઉકેલ પરવરિશ સેમિનારમાં સમજાવવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુળમાં આ એક અનોખો સેમિનાર યોજાઈ ગયો હતું.જેમાં મોટી સંખ્યામાં મહર્ષિ ગુરુકુળ ના ટ્રસ્ટીઓ શિક્ષકગણ,વિદ્યાર્થીઓ, વાલીગણ બહુ મોટી સંખ્યામાં ઉપ સ્થિત રહયા હતા, અક્રમમાં મહર્ષિ ગુરુકુલ એમડી રજનીભાઈ સંઘાણી દિલીપભાઈ, અશોકભાઈ ગેલોત રાજુભાઈ ચનિયારા રાકેશ સર કલ્પેશ સર તથા સ્ટાફ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text