હજનારી ગામ પાસે ટેન્કર પલ્ટી મારી ગયું : એકને ઇજા

- text


મોરબી : મોરબી જીલ્લાના આમરણ રોડ પર હજનાળી ગામ પાસે જામનગર થી આવતુ ટેન્કર પલ્ટી મારી ગયુ હતુ

જાણવા મળેલ વિગત અનુસાર જામનગર થી ટેન્કર માળિયા તરફ જઈ રહ્યુ હતુ તે દરમિયાન જામનગર માળિયા હાઇવે પર હજનાળી ગામ પાસે રોડ પર મોટા ગાબડાને તારવવા જતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી મારી ગયુ હતુ જેની જાણ હજનાળી ગામના સરપંચ ને થતા ગામલોકો સહિત નાઓએ 108 બોલાવી ટેન્કર ચાલકને સારવાર માટે મોરબી હોસ્પિટલ લઈ ગયા હતા

સરપંચ મહેશભાઈ બાબુભાઈ પારેજીયા ના જણાવ્યા અનુસાર આમરણ થી પીપળીયા ચાર રસ્તા સુધીનો માર્ગ અતી બિસ્માર હાલત માં છે અને રોડ પર ઠેરઠેર જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી જવાથી રોજબરોજ નાના મોટા અકસ્માત થવાનો ભય સતત રહે છે જેની મરામત કરી આવા ગાબડા બુરી દેવામાં આવે તો મહદ અંશે આવા નાનામોટા અકસ્માતોથી બચી શકાય.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text