મોરબી : રવાપરના પાણી પ્રશ્ને ચક્કાજામ કરવાની ચીમકી

- text


મોરબી તાલુકા પંચાયતના સભ્ય લલિત કાસુંદ્રાની પાણી પૂરું પાડવા માટે પંચાયતને રજુઆત

મોરબી : જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. સ્થાનિક પાણીના સ્ત્રોતો ડૂકી ગયા છે ત્યારે પ્રજાને પાણી માત્ર હવે માત્ર તંત્રનો જ આધાર રહ્યો છે. આવા સંજોગોમાં તંત્ર પાણી પુરવઠો પૂરો પાડવામાં ઉણું ઉતરે ત્યારે જન આક્રોશ ચરમસીમા વટાવી જતો હોય એવું રવાપર ગામ અને આજુબાજુની સોસાયટીવાસીઓના આક્રોશ પરથી જણાઈ આવે છે.

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય લલિતભાઈ કાસુંદ્રાએ જિલ્લા પંચાયત મોરબીના ડી..ડી.ઓને રજુઆત કરતા જણાવ્યું છે કે રવાપર ગામ અને ગામતળ હેઠળ આવતી સોસાયટીઓમાં 40 હજારની આસપાસની વસ્તી છે. વસ્તીના પ્રમાણમાં પાણીની નગણ્ય સુવિધાને કારણે વિસ્તારના લોકો વ્યાકુળ થઈ ગયા છે. પાણી પ્રશ્ને પંચાયતમાં રજુઆત કરવા લોકોના ટોળા રોજ ઘસી જાય છે. આમ છતાં એમની રજુઆત કાને ધરાતી નથી. આથી સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટૂંક સમયમાં જો પાણી સમસ્યાનો નિવેડો નહિ આવે તો લોકો રસ્તા પર આવીને કેનાલ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલન કરશે એવી ચીમકી રવાપરના સ્થાનિકોએ ઉચ્ચારી છે ત્યારે આવી ચીમકી બાદ તંત્ર હરકતમાં આવે છે કે નહીં એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text