મોરબીથી મોટાભેલા ગામ સુધી સરડવા પરિવાર માટે પદયાત્રાનું આયોજન

- text


પદયાત્રીઓને રસ્તાના રૂટ પર ચા નાસ્તો તથા ભરપેટ ભોજનની વ્યવસ્થા : મોટાભેલા ગામે રાંદલ માતાજીના મંદિરે પાટોત્સવ, હવન, મહાપ્રસાદનું અયોજન

મોરબી : મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા દ્વારા સરડવા પરિવાર માટે મોરબીથી મોટાભેલા ગામ સુધીની પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પદયાત્રાના રૂટ પર પદયાંત્રિકોને ચા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે..ત્યારે મોટાભેલા ગામે ચૈત્રી આઠમના દિવસે પાટોત્સવ, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા તરફથી મોરબીમાં રહેતા સમગ્ર સરડવા પરિવારના લોકો માટે મોરબીથી મોટાભેલા ગામે સરડવા પરિવારના કુળદેવી રાંદલ માતાજીના મંફિર સુધી દર વર્ષે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે.રસ્તઆ તેમના તરફથી દરેક પદયાત્રીઓને આઈસ્ક્રીમ, લિબુ સરબત , વરીયાળીનું સરબત તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ તેમના મિત્ર કાનાભાઈ કોટેચા સહિતના મિત્રો દ્વારા બરવાળા બસ સ્ટેન્ડ પાસે તમામ પદયાત્રીઓને ભરપેટ જમાડીને સેવા કરવામાં આવે છે.ત્યારે આજે રાત્રે તા.27ના રોજ રાત્રે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 25 ભાઈઓ અને 25 બહેનો જોડાય છે. વહેલી સવારે મોટાભેલા ગામે પહોંચીને મંગળા અરતીનો લાભ લેશે તથા ચૈત્રી આઠમના દિવસે રાંદલ માતાજીના મંદિરે 40મો પાટોત્સવ, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text