માળિયા અકસ્માત : વધુ એક ઈજાગ્રસ્ત વૃદ્ધાનુ મોત, મૃત્યુ આંક ૬એ પહોંચ્યો

- text


સારવાર માટે ખસેડાયેલા વૃદ્ધાએ હોસ્પિટલમાં દમ તોડ્યો : જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા

અતુલ જોશી , કાસમ સુમરા / મોરબી : માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત નિપજયા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી એક વૃદ્ધાએ દમ તોડી દેતા અકસ્માતનો મૃત્યુ આંક ૬ એ પહોંચ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયા નજીક આવેલા માણાબાના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે ૦૯ બીબી ૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર સાથે જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની આઈ ૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બન્ને કારનો બુકડો બોલી ગયો હતો . અકસ્માતમા એક કારમાં સવાર હરિભાઈ દેવજીભાઈ પટેલ, નરશીભાઈ હનસરાજભાઈ પટેલ અને નર્મદાબેન નરશીભાઈ પટેલ તેમજ બીજી કારમા સવાર સર્વિન ભાઈ કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહનું મોત નીપજ્યું છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દેવકીબેન નારણભાઇ પટેલ અને વિમળાબેન હરિભાઈ પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દેવકીબેન નારણભાઇ પટેલનું મોત નીપજ્યું છે. દેવકીબેનની ઉંમર અંદાજે ૭૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત વિમળાબેનની હાલત હાલ ગંભીર હોય, તેને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

- text

મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા બનાવ સ્થળે દોડી ગયા છે. આ અકસ્માતમાં ભોગી બનનાર પટેલ પરિવાર મૂળ કચ્છનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બીજા બે સગા ભાઈઓ કયાના રહેવાસી છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text