મોરબીના લાતી પ્લોટમા અંતે ગટરના ઢાંકણા નંખાયા : સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

- text


તંત્ર હમેશા આવી જ રીતે ઝડપભેર પ્રજાલક્ષી કામો કરતું રહે તેવી સ્થાનિકોની માંગ

મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે અકસ્માતનું જોખમ તોળાતું હતું. જો કે અંતે તંત્રએ આજે સાંજે ગટરના ઢાંકણા નાખી દીધા હોવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

- text

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોય છેલ્લા ઘણા દિવસથી અકસ્માતનો ભય રહેતો હતો. ત્યારે સ્થાનિકોની આ સમસ્યા અંગે ‘મોરબી અપડેટ’મા આજે સવારે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેની નોંધ લઈને પાલિકા તંત્ર દ્વારા સાંજના સમયે ગટરના ઢાંકણા ફિટ કરી દેવામાં આવ્યા છે. તંત્રની ત્વરિત કામગીરીથી જોખમ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી બાજુ લોકોએ મોરબી અપડેટની સાથે તંત્રનો પણ આભાર માન્યો છે. વધુમાં તંત્ર હમેશા પ્રજાલક્ષી કામોમાં હકારાત્મકતા દાખવીને આવી જ રીતે લોકોપયોગી કામો ઝડપભેર કર્યા કરે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

- text