વાંકાનેરની ગેલેક્સી શૈક્ષણિક સંકુલનું પ્રેરણાદાયી નિણર્ય માતા-પિતા કે પિતા ગુમાવી ચૂકેલા બાળકો માટે મફત શિક્ષણ

- text


વાંકાનેર : આમ તો પ્રાઇવેટ સ્કૂલ બાળકો પાસેથી વધુ ફી લેવા માટે હંમેશા ચર્ચાના ચકડોળે હોય છે પરંતુ અહીં વાત છે વાંકાનેર માં આવેલ આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેલેક્સી હાઇસ્કુલ લીંબાડા અને ગેલેક્સી હાઇસ્કુલ ચંદ્રપુર ના યુનિટની. આ બંને સ્કૂલના સંચાલક મંડળના ચેરમેન અલ્હાજ અબ્દુલરહીમભાઈ એન. બાદિ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેની સૌ તરફ પ્રશંસા થઈ રહી છે આ બંને સ્કૂલમાં આગામી નવાં શરૂ થતા શૈક્ષણિક સત્રથી એવા બાળકોની મફત શિક્ષણ આપવામાં આવશે કે જે બાળકો એ માતા-પિતા અથવા તો પિતા ગુમાવી ચૂક્યા છે. આ નિર્ણયથી આધાર વિહોણા કોઈપણ સમાજના બાળકો માટે આ કલ્યાણકારી તેમજ આધારસ્તંભ સમાન નિર્ણય છે આમ તો આ વિદ્યા સંકુલની સ્થાપના સમયથી જ આર્થિક રીતે નબળા ઘણા બાળકોને શિક્ષણ ફી તેમજ અન્ય ફીમાં રાહત આપવામાં આવે છે આ વર્ષથી આ આવરદાયક નિર્ણયથી નિઃસહાય બાળકોને ચોક્કસ ફાયદો રહેશે જો દરેક પ્રાઇવેટ સ્કુલ આવી પહેલ કરે તો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે.

- text