મોરબી રેડિયોમાં આજે સાંભળો વીયાન્સ શો રૂમના સનીભાઈ ગઢિયાને

- text


ઇલેકટ્રોનિક વસ્તુઓનો શો રૂમ ધરાવતા સનીભાઈ આજે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ઉનાળામાં એસીની ખરીદી અને ઉપયોગ અંગે આર. જે. રવિ સાથે સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ઇલેકટ્રોનિક વસ્તુઓના વીયાન્સ શો રૂમના માલિક સનીભાઈ ગઢીયા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિષે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આ શોમાં આજે મોરબીમાં ઇલેકટ્રોનિક વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રિજ, એસીનો ‘વીયાન્સ’ નામનો શો રૂમ ધરાવતા સનીભાઈ ગઢીયા મહેમાન બનવાના છે. સમગ્ર ગુજરાતમાં આજે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકોનો એસી ખરીદવા માટે આવા શો રૂમમાં ધસારો જોવા મળી રહ્યો છે, પરંતુ એસી કેવું ખરીદવું જોઈએ, તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ બાબતે આજે સનીભાઈ ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ચર્ચા કરશે. અત્રે નોંધનીય છે કે, સનીભાઈ મોરબીમાં રવાપર રોડ અને નવા બસસ્ટેન્ડ સામે એમ બે જગ્યાએ પોતાના શો રૂમ ધરાવે છે. તો આજે રાત્રે એસીને લગતી જાણકારી મેળવવા માટે આર. જે. રવિ બરાસરા તેમની સાથે સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text