વાંકાનેરમાં પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઇ : જાહેર મિલકત પર ઝંડા બેનરથી આચારસંહિતાનું ઉલ્લંઘન

- text


વાંકાનેર : લોકસભા ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની એક જાહેર સભાનું જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરમાં હેલીપેડ ખાતે પુરષોત્તમ રૂપાલાના આગમન બાદ સૌપ્રથમ વાંકાનેરના યુવરાજ દ્વારા તેમને આવકારવામાં આવેલ અને ત્યારબાદ રણજીત વિલાસ પેલેસ ખાતે યુવરાજ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં એક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ સ્નેહમિલનમાં પુરુષોત્તમ રૂપાલા, કેસરીદેવસિંહજી, રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખ તેમજ બહોળી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, સરપંચો તેમજ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, વેપારીઓ, આમંત્રિત મહેમાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

- text

સ્નેહમિલન બાદ લોહાણા જ્ઞાતીની વાડી ખાતે યોજાયેલ જાહેર સભામાં જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો, સરપંચો, વેપારીઓ તેમજ બહોળી સંખ્યામાં જાહેર જનતાએ રૂપાલાને સાંભળ્યા હતા. જાહેરસભામાં હાજર સહુએ સાથે મળી રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહનભાઈને જંગી બહુમતીથી જિતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર સભા સંદર્ભે વાંકાનેરના જાહેર રોડ પર સરકારી મિલ્કત જેમકે દીવાનપરા ખાતે આવેલ બાપુના બાવલાનું સર્કલ તેમજ રાજકોટ રોડ પર ઠેર ઠેર લાઈટના થાંભલા પર ભાજપના ઝંડા લગાડવામાં આવેલ જે સરેઆમ આચાર સંહિતાનું ભંગ હોવા છતાં ચૂંટણી અધિકારીઓ આવા ઝંડા દૂર કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થતું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text