મોરબી : પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ ભારતીય સ્ટેટ બેંકે રૂ.બે લાખની તત્કાલ ચુકવણી કરી

મોરબી : પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ વીમા ધારકનું મૃત્યુ થાય તો વારસદારને રૂપિયા બે લાખનું વીમા કવચ મળે છે. આ યોજના હેઠળ તાજેતરમાં અવસાન પામેલ ભરતભાઈના વારસદાર એવા તેમના પત્નીને બે લાખની વીમા રાશીનું ચુકવણું કરવામાં આવ્યું હતું.

મોરબીમાં ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક સેવા કેન્દ્રમાં સાવસર પ્લોટ શાખાના બિઝનેસ કોરસપોન્ડન્સ શ્રીમતી મનીષાબેન સંઘાણીએ તાજેતરમાં અવસાન પામેલા ભરતભાઇ ગોરધનભાઈ માજુસાના પત્ની કાજલબેન માજુસાને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂપિયા બે લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ માટે મનીષાબેન સંઘાણીએ વીમાની રકમ મેળવવા માટેની તમામ પ્રક્રિયા બેંકના બ્રાન્ચ મેનેજરના સહયોગથી પાર પાડી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news