મોરબીમાં મતદાર જાગૃતિ માટે રોડ ઉપર થ્રિડી ઇફેક્ટ ચિત્રો બનાવાયા

- text


સાર્થક વિધામંદિરનું મતદાર જાગૃતિ માટે સરહાયનીય કાર્ય

મોરબી : લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે મતદારો ઉત્સાહિત થાય તે માટે ચૂંટણી પંચ અને વિવિધ સંસ્થાઓ મતદાર જાગૃતિના પ્રયાસો કરી રહી છે.ત્યારે મોરબીના સામાકાંઠે આવેલી વિદ્યામંદિરના શિક્ષકો અને વિધાર્થીઓએ એલ.ઇ કોલેજ રોડ પર સ્પીડ બ્રેકર પાસે મતદાર જાગૃતિ માટે થ્રિડી ઇફેક્ટ ધરાવતા ચિત્રો દોર્યા હતા.

- text

ચાર લોકસભાની સીટ સાથે સંકળાયેલા મોરબી જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીની લઈને વિવિધ રાજકીય પક્ષ અને ઉમેદવારો મતદારોને રીઝવવા જાતજાતના પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણીમાં મતદારો નીરસ ન બને અને જાગૃત બનીને તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે નિષ્પક્ષ રીતે વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરે મતદાર જાગૃતિ માટે અનોખું કાર્ય હાથ ધર્યું હતું.જેમાં આ સ્કૂલના શિક્ષકો અને વિધાર્થીઓ એલ ઇ કોલેજ રોડ પર આવેલ સ્પીડ બ્રેકર પાસે મતદાન જાગૃતિ માટે થ્રિડી ઇફેક્ટ ધરાવતા ચિત્રો બનાવ્યા હતા અને લોકોને લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો.સમગ્ર મોરબી જિલ્લામાં આ પ્રકારે સ્પીડ બ્રેકર પાસે મતદાર જાગૃતિ માટે દોરેલા થ્રિડી ઇફેક્ટ ચિત્રોએ લોકોમાં અનોખું આકર્ષણ જગાવ્યું છે.

- text