મોરબીમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતા પરિણીતાનું મોત

- text


 

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા એપાર્ટમેન્ટનાં સાતમા માળેથી પટકાતા પરિણીતાંનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં તપાસ આદરી છે.

- text

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનળા રોડ પર આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા દિપાલી તુષારભાઈ કોરડીયા નામના પરિણીતા તેમના એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતા તેમનુ મોત નિપજ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક મહિલાને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડયા છે. ઉપરાંત પરિણીતા એપાર્ટમેન્ટના સાતમા માળેથી અકસ્માતે પડી ગયા છે કે પછી આત્મહત્યા કરી છે તે દિશામાં એ ડિવિઝન પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યુ છે.

- text