આવતીકાલે હળવદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સભા સંબોધશે

- text


શહેરના શરણેશ્વર મંદિરના ઉપવન ખાતે યોજાનાર જાહેરસભાની તડામાર તૈયારીઓ : ભાજપના લોકસભા – ધારાસભ્યના ઉમેદવાર સહિત રાજકીય આગેવાનો રહેશે હાજર

- text

હળવદ : લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયું છે ત્યારે હળવદના શરણેશ્વર ઉપવનમાં આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપશે. જેમાં લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવાર માટે જંગી બહુમતીથી જીતાડવાનું આહવાન કરશે. હળવદ ભાજપ દ્વારા સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ જાહેરસભામાં હળવદ -ધ્રાંગધ્રા, મોરબી સહિત ભાજપના કાર્યકરો જાડાશે.
ર૦૧૯ની લોકસભાની ચૂંટણીની સાથે સાથે હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની ખાલી પડેલ બેઠકમાં આગામી તા.ર૩ એપ્રિલે ચૂંટણી યોજાનાર છે ત્યારે આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના લોકસભાના ઉમેદવાર ડો.મહેન્દ્ર મુંજપરા અને હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાના ઉમેદવાર પરસોતમ સાબરીયાને જંગી બહુમતી વિજય બનાવવા આવતીકાલે બપોરે ર.૦૦ કલાકે શરણેશ્વર મંદિરના ઉપવનમાં જાહેરસભા સંબોધશે. આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા હળવદ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભા હળવદમાં યોજાનાર છે ત્યારે હળવદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. તો સાથો સાથ લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા એડીચોટીનું જાર લગાવવા મેદાને પડયા છે. ઉપરાંત આ જાહેરસભાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવનાર હોય ત્યારે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

- text