માળિયા : રૂ. ૨૫ લાખના આંગડિયા પેઢીના થેલાની ઉઠાંતરીના કેસમાં ત્રણ ઝડપાયા

- text


મોરબી એલસીબી અને માળિયા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો : પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. ૧૨.૨૯ લાખનો મુદ્દામાલ રિકવર : અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા

માળિયા : માળિયામા એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીના રૂ. ૨૫ લાખના દાગીના ભરેલ થેલાની ઉઠાંતરી કરવાના કેસમાં મોરબી એલસીબી અને માળિયા પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ ત્રણ શખ્સો પાસેથી રૂ. ૧૨.૨૯ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય બે આરોપીઓના નામ પણ ખુલતા તેને પકડી પાડવાની તજવીજ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટની આંગડિયા પેઢીમાંથી તેનો કર્મચારી રોહિતપુરી ઉમેદપુરી સોના ચાંદીના રૂ. ૨૫ લાખની કિંમતના દાગીના થેલામાં લઈને રાજકોટ થી ભુજ જતી એસટી બસમાં જતો હતો. તે દરમિયાન માળિયા કંડલા હાઈવે પર માધવ હોટલ બસનો હોલ્ટ પડતા બે અજાણ્યા શખ્સો આ થેલાની ઉઠાંતરી કરીને સફેદ કલરની કારમાં નાસી છૂટ્યા હતા. આ મામલે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા માળિયા પોલીસ અને એલસીબીએ આ ગુનાની તપાસ આદરી હતી.

જેમાં આજ રોજ આ કામના આરોપી ભગવતસિંહ જોરાજી ઝાલા રહે. સુણસર જી. પાટણ, જયંતિ બાબુ રાવળ રહે. બોદલા જી. મહેસાણા, મુકેશ બાબુજી ઠાકોર રહે. મહેસાણા વાળાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી રૂ. ૧૨.૨૯ લાખના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે. ઉપરાંત રૂ. ૧ લાખની કિંમતની કાર પણ કબ્જે કરી છે.

- text

પ્રાથમિક પૂછપરછમા આ ગુનામાં અન્ય શખ્સો મદારસિંહ પૂડાજી ઝાલા રહે. સુણસર જી. પાટણ અને અરવિંદ અદુજી ઠાકોર રહે. બોદલા જી. મહેસાણા વાળાના નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવમાં આંગડિયા પેઢીના જ કોઈ પૂર્વ કર્મચારીએ મદારસિંહને બાતમી આપી હતી કે થેલો લઈને કર્મચારી બસમાં નીકળવાનો છે. બાદમાં બાતમી અંગેની વિગત મદારસિંહે ભગવતસિંહને આપી હતી. આ આરોપીઓ કાર લઈને રાજકોટથી જ આંગડિયા પેઢીના કર્મચારીનો પીછો કરતા જતા હતા. બાદમાં માળિયા કંડલા હાઇવે પર જ્યારે બસનો હોલ્ટ પડ્યો ત્યારે ગુનાને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે આ ગુનામા પકડાયેલ આરોપી જયંતિ રાવળ અગાઉ બાવડા અને બગોદરા વચ્ચે થયેલ રૂ. ૨૨ કરોડની લૂંટમા પણ સંડોવાયેલ હોવાની તેને કબુલાત આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text