હળવદ પાસે ટ્રેકટરે બાઇકને હડફેટે લેતા વૃદ્ધાનું મોત

હળવદ : હળવદ નજીક ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર વૃધ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ધાગધ્રા તાલુકાના નરાળી ગામે રહેતા લખમણભાઈ પોપટભાઈ પાટડીયા ઉ.વ.65 નામના વૃધ્ધ ગઈકાલે પોતાના મોટર સાયકલ પર હળવદના માલળીયાદ ગામે અંજાર રોડ ઉપર પુલના છેડે ટિકર નજીક પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર વૃદ્ધને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ પાટડીયાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ટ્રેકટર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news