હળવદ : નવા ઘનશ્યામગઢ પ્રા. શાળામા બે શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

હળવદ : હળવદ તાલુકાની ઘનશ્યામગઢ કુમાર પ્રા. શાળામાં છેલ્લા ૧ વર્ષથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને રિચ ટુ ટીચ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એલ.એફ. તરીકે ફરજ બજાવતા કડીવાર કિંજલબેન તથા સી.એફ. તરીકે ફરજ બજાવતા મનીષભાઈ વરાણીયાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

શાળાના ધોરણ ૮ના બાળકોએ વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તકે વિદાય લઈ રહેલા શિક્ષકોને બાળકો તેમજ શાળા પરિવાર દ્વારા સન્માનપત્ર તેમજ શાલ ઓઢાડી બહુમાનીત કરવામાં આવ્યા હતાં. કિંજલબેન કડીવાર દ્વારા શાળાના તમામ બાળકોને પેડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં તેમજ બાળકોને આઈસક્રીમ કોન ખવડાવવામાં આવ્યાં હતાં.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news